ગુજરાતના 3 જિલ્લામાં છુટોછવાયો વરસાદ, ખેડૂતો માટે મંગળવાર ‘ભારે’, જાણો હવામાન વિભાગની માઠી આગાહી

Gujarat Meteorological Department forecasts rain on December 28

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા 28 ડિસેમ્બરે વરસાદ પડવાની સંભાવના, આજે મોરબી, કચ્છ અને બનાસકાંઠાના અમુક વિસ્તારોમાં માવઠું થયું

 

સુરત: રાજ્યમાં થયેલાં માવઠા બાદ બુધવારથી ઠંડા પવનોનું જોર વધ્યું છે. આજે પણ ગુજરાતભરમાં ઠંડા પવનનો લોકો સામનો કરી રહ્યાં છે. ઠંડા પવનોના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લધુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. તેવામાં એક વખત ફરીથી હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે.

 

હવામાન વિભાગ અનુસાર આગામી 4થી 7 જાન્યુઆરી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે. જેના કારણે તારીખ 6 અને 7 જાન્યુઆરીએ રાજ્યમાં ફરીથી માવઠાની આગાહી કરવીમાં આવી છે. જેના કારણો રાજ્યના ખેડૂતોમાં ફરીથી ચિંતાના વાદળો ઘેરાયા છે.

રાજ્યમાં 10 કિલોમીટરની સ્પીડથી ઠંડા પવન ચાલી રહ્યો હોવાથી લઘુત્તમ તાપમાન ગગડતાં ઠંડીમાં વધારો થયો છે. જ્યારે આજ સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે. બુધવારે સમગ્ર રાજ્યમાં 11.5 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી.

 

તે ઉપરાંત આગામી ચાર-પાંચ દિવસ ઉત્તર,પશ્ચિમ ભારતમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશમાં 1 જાન્યુઆરીથી જ બરફવર્ષા, વરસાદની આગાહી કરવામાં આવી છે.

4થી 7 જાન્યુઆરીએ આ સીસ્ટમની અસર હેઠળ જમ્મુ કાશ્મીર સહિતના આ વિસ્તારોમાં ભારે વરસાદ કે બરફવર્ષાની આગાહી કરવામાં આવી છે. તેની અસર રૂપે મધ્યપ્રદેશ, દક્ષિણ રાજસ્થાન સાથે ગુજરાતમાં 6 અને 7 જાન્યુઆરીએ માવઠા થવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના ખેડૂતો પર પર આ વર્ષે માઠી બેઠી છે. વાવાઝોડાનો માર સહન કરી ફરી બેઠા કરેલા પાક પર કમોસમી વરસાદી કમઠાણ ખેડૂતોના પરસેવાના પાક પણ પાણી ફેરવી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગાહી ઉત્તર ગુજરાત માટે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા 28 ડિસેમ્બરે વરસાદ પડવાની સંભાવના છે.

ઉત્તર ગુજરાતના કયા જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે
હવામાન વિભાગના વરતારા મુજબ 27 ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે 28 ડિસેમ્બરે સામાન્ય વરસાદ થવાની વકી જેમાં ઉત્તર ગુજરાતના મહીસાગર, બનાસકાંઠા અને અરવલ્લી, સાબરકાંઠામાં કમોસમી વરસાદની વરસી શકે છે. રાજકોટ, પોરબંદર, અમરેલીમાં વાદળછાયું વાતાવરણ રહેશે વરસાદી સિસ્ટમ હટતા જ ઠંડીનો ચમકારો અનુભવાશે. ખાસ કરીને નવા વર્ષની શરૂઆતથી કાતિલ ઠંડી પડશે અને ત્યારબાદ આગામી દિવસોમાં ધીરે ધીરે તાપમાનનો પારો ઊચો આવશે.

હવામાન વિભાગે શું આગાહી કરી?
હવામાન વિભાગના વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ ના જણાવ્યા અનુસાર 28 ડિસેમ્બરે સામાન્ય વરસાદ થવાની  પણ સંભાવના છે. સૌરાષ્ટ્રમાં 28 ડિસેમ્બર બાદ હાલના તાપમાન કરતાં 3 થી 4 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. સાથે ગુજરાત ભરમાં 29 ડિસેમ્બર પછી તાપમાન ગગડી શકે છે. હાલમાં સૌથી ઓછું તાપમાન અમરેલીનું જાણવા મળ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે. વરસાદ સંભવિત વિસ્તારના ખેડૂતોને 27 અને 28 તારીખ સાચવી લઇ આયોજન કરવા અપીલ કરવામાં આવી છે તેમજ માછીમારો માટે કોઈ એલર્ટ રાખવામાં આવ્યું નથી.

Leave a Comment

error: Content is protected !!
%d bloggers like this: