Driving License / ડ્રાઇવિંગ લાયસન્સ માટે હવે ટેસ્ટ આપવાની ઝંઝટમાંથી છુટકારો, બદલાઈ ગયા આ નિયમ

DRIVING LICENSE મેળવવા માટે હવે ટેસ્ટ આપવાની જરૂર નહીં પડે, બદલાયેલા નિયમો મુજબ હવે તમને લાંબી લાંબી કતારો અને RTO ના ધક્કા ખવામાંથી છુટકારો મળી જશે.

  • driving license માટે નિયમ બદલાયો 
  • હવે ટેસ્ટ આપવાની જરૂર નહીં 
  • RTO જવાની પણ જરૂર નથી

ગાડી ચલાવનાર લોકો માટે એક મહત્વના સમાચાર છે. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે હવે તમારે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO)
જવાની જરૂર નથી. ત્યાં લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેવાની પણ જરૂર નથી હવે કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટેના નિયમો સરળ બનાવી દીધા છે.

DL માટે ડ્રાઇવિંગ ટેસ્ટની જરૂર નથી 
હવે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે તમારે કોઈ ટેસ્ટ RTO જઈને આપવાની જરૂર નથી. પણ કેન્દ્રીય માર્ગ અને પરિવહન તેમજ હાઇવે મંત્રાલય દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ હવે આ મહિનાથી જ કેટલાક્ નવા બદલાવ રજૂ થવા જઈ રહ્યા છે જેના કારણે તમારે વેઇટિંગ લિસ્ટમાં ઊભી થતી તકલીફોનો સામનો નહીં કરવો પડે.

આ મહિનાથી જ થશે ફેરફાર 
ડ્રાઇવિંગ લાયસન્સ માટે નિયમોમાં કરવામાં આવેલ સંશોધન મુજબ હવે તમારે કોઈ પણ પ્રકારના ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે RTO જવાની જરૂર નથી. કેન્દ્રીય સડક પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા આ નિયમોમાં ફેરફાર કરવામાં આવતા કરોડો લોકોને ફાયદો થશે.

ડ્રાઇવિંગ સ્કૂલ જઈને ટ્રેનિંગ લેવી પડશે 
મંત્રાલય તરફથી એપ્લિકેશન કરનાર લોકોને જણાવવામાં આવ્યું છે કે જો ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે તમારે RTO માં ટેસ્ટની રાહ જોવી પડે છે તો તેઓ ડ્રાઇવિંગ લાયસન્સ માટે કોઇ પણ માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. તેમણે ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ પાસેથી ટ્રેનિંગ લઈને ત્યાં જ ટેસ્ટ પાસ કરવો પડશે અને ડ્રાઇવિંગ સ્કૂલ તરફથી એપ્લીકન્ટ્સને એક સર્ટિફિકેટ આપવામાં આવશે. આ સર્ટિફિકેટના આધારે જ તેઓનું લાયસન્સ બનાવવામાં આવશે.

શું કહે છે નવા નિયમ 
ટ્રેનિંગ સેન્ટર્સને લઈને માર્ગ અને પરિવહન મંત્રાલય તરફથી થોડા ગાઈડલાઇન્સ અને શરતો પણ રાખવામાં આવી છે. જેમાં ટ્રેનિંગ સેન્ટરના માલિક પાસેથી ટ્રેનિંગ લેવાનો પણ સમાવેશ થાય છે.

1) અધિકૃત એજન્સી નક્કી કરશે કે ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર કે ફોર વ્હીલર કે મોટા વાહનોના ટ્રેનિંગ સેન્ટર્સ પાસે પૂરા પ્રમાણમાં કે ઓછામાં ઓછી એકાદ એકર જમીન હોય. મધ્યમ અને ભારે વાહનો માએ કે ટ્રેલર્સ માટે સેન્ટરમાં બે એકર જમીન હોવી જરૂરી છે.

2) ટ્રેનર ઓછામાં ઓછું 12 પાસ હોય અને ઓછામાં ઓછા પાંચ વર્ષનો ડ્રાઇવિંગ અનુભવ હોવો જોઈએ. જેને વાહનવ્યવહારના નિયમોનું સારી રીતે જ્ઞાન પણ હોવું જોઈએ.

3) લોકોને બેઝિક જ્ઞાન જેમ કે પાકા રસ્તા, ગ્રામ્ય રસ્તા, રાજમાર્ગો અને શહેરના રસ્તાઓ, રિવર્સ અને પાર્કિંગ, ચઢાણ તેમજ ડાઉનહિલ ડ્રાઇવિંગ વગેરે પર ગાડી ચલાવવા માટે અને શીખવા માટે 21 કલાકનો સમય લાગશે, થીયરી અભ્યાસક્રમ અનુસાર 8 કલાક ભણાવવામાં આવશે અને પૂરી કર્યા પછી તેમ રોડ શીસ્ત, ટ્રાફિકનું જ્ઞાન, દુર્ઘટનાના કારણ સમજવા, પ્રથમિક ચીકીત્સા અને ડ્રાઇવિંગમાં માઇલેજ જેવી બાબતોનું જ્ઞાન આપવામાં આવશે.

4) મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ્ અભ્યાસ કર્મ હળવા મોટર વાહનો માટે વધુમાં વધુ 4 અઠવાડિયાનો અભ્યાસક્રમ અને તે 29 કલાક સુધી ચાલશે. તેને બે બાગમાં વહેંચવામાં આવશે. એકમાં થીયરી ભણાવવામાં આવશે અને બીજામાં પ્રેક્ટિકલ

Leave a Comment

error: Content is protected !!
%d bloggers like this: