આજનું રાશી ભવિષ્ય || Today’s horoscope future

મેષઃ

પોઝિટિવઃ– આજે વ્યક્તિગત કાર્યોમાં તથા પરિવાર સાથે દિવસ પસાર કરવાથી પોતાને હળવા અને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. તમારી અંદર રિસ્ક લેવાની પ્રવૃત્તિ લાભદાયક પરિસ્થિતિ બનાવશે. બાળકોને પણ સફળતા મળવાની યોગ્ય સંભાવના છે.

નેગેટિવઃ– અન્યની વાતોમાં આવીને વાદ-વિવાદ અને ઝઘડાની સ્થિતિ ઊભી થઇ શકે છે. વધારે મેલજોલ ન વધારીને પોતાના કામથી જ કામ રાખો. મનમાં નકારાત્મક વિચાર પણ ઊભા થઇ શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં બધા કામ યોગ્ય રીતે સંપન્ન થઇ શકે છે.

લવઃ– પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવો સુખ અને સુકૂન આપશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે આત્મિક સુકૂન અને સુખ અનુભવ કરશો. કોઇ સફળતા મળવાના યોગ છે. કામ વધારે હોવા છતાં તમે તમારા સંબંધીઓ તથા મિત્રો સાથે સંબંધોમાં મધુરતા રાખશો.

નેગેટિવઃ– કોઇ અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા પાછા માગવાથી વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. તમારો આ નિર્ણય આજે તમે ટાળી દેશો તો સારું રહેશે. બાળકોની કોઇ સમસ્યાને લઇને થોડી પરેશાની રહી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં દરેક પગલા સાચવીને-સાચવીને રાખવાનો સમય છે.

લવઃ– પ્રેમ સંબંધમાં લગ્ન હેતુ પારિવારિક મંજૂરી લેવાનો યોગ્ય સમય છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– આજનો દિવસ કામ વધારે રહેશે. ઘણાં સમયથી કોઇ અટવાયેલું પેમેન્ટ મળવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. પારિવારિક અવ્યવસ્થાને દૂર કરવા માટે તમારી કોશિશ સફળ રહેશે. સમય લાભદાયક પરિસ્થિતિ બનાવવાનો રહેશે.

નેગેટિવઃ– દિવસની શરૂઆતમાં થોડી પરેશાનીઓ અને મુશ્કેલીઓ આવશે. બપોર પછી પરિસ્થિતિ સુધરી જશે. આજના દિવસે તણાવ ઓછો લેવો. કોઇ અયોગ્ય કામ પ્રત્યે રસ રાખશો નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયમાં તમારી કાર્ય પ્રણાલી ખૂબ જ સારી રહેશે.

લવઃ– ઘરનું વાતાવરણ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– ઘરમાં કોઇ માંગલિક કાર્યને લગતી યોજના બનશે તથા બધા સભ્ય ઉત્સાહ સાથે પરિપૂર્ણ રહેશે. કોઇ વડીલ વ્યક્તિના માર્ગદર્શન તથા સલાહ દ્વારા તમારા બધા કામ યોગ્ય રીતે પૂર્ણ થઇ જશે. સંપત્તિને લગતો વિવાદ પણ કોઇની દખલ દ્વારા ઉકેલાઇ શકે છે.

નેગેટિવઃ– નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી અંતર જાળવી રાખો. તમારો કોઇ નજીકનો સંબંધી જ તમારી સમસ્યાનું કારણ બની શકે છે. ફાલતૂ વાતો ઉપર ધ્યાન ન આપીને પોતાના કામ અંગે એકાગ્ર રહો.

વ્યવસાયઃ– આજે વ્યવસાય ઉપર વધારે ધ્યાન આપી શકાશે નહીં.

લવઃ– પરિવારમાં બધા સભ્યોની એકબીજા પ્રત્યે સહયોગની ભાવના રહેશે.

સ્વાસ્થ્યઃ– કામ સાથે-સાથે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું.

——————————–

સિંહઃ-

પોઝિટિવઃ– દિવસની શરૂઆત મહત્ત્વપૂર્ણ કાર્યને પૂર્ણ કરવા સાથે કરો. આજે તમે તમારી અંદર અદભૂત આત્મવિશ્વાસ અનુભવ કરશો. કોઇની સાથે મુલાકાત લાભદાયક સાબિત થશે. તમારી ઉન્નતિનો પણ કોઇ મહત્ત્વપૂર્ણ રસ્તો મળી શકે છે.

નેગેટિવઃ– મિત્રો સાથે તથા તમારા કામમાં સમય પસાર કરવાના કારણે તમે પરિવાર ઉપર ધ્યાન આપી શકશો નહીં, જેના કારણે પારિવારિક સભ્યોની નિરાશા સહન કરવી પડી શકે છે.

વ્યવસાયઃ– તમારી કાર્યશૈલીમાં કરેલાં ફેરફાર તમને ભવિષ્યમાં સારું પરિણામ આપશે.

લવઃ– પ્રેમ સંબંધ પ્રત્યે વધારે સંવેદનશીલ રહો, કેમ કે થોડા લોકો તમારી વચ્ચે મતભેદ ઊભા કરવાની કોશિશ કરશે.

સ્વાસ્થ્યઃ– ગેસ તથા અપચાની સમસ્યા વધશે.

——————————–

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારા કોઇ મહત્ત્વપૂર્ણ કાર્યને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ મહેનત લગાવી દો, પ્રકૃતિ તમારો સાથ આપી શકે છે. કોઇ મહત્ત્વપૂર્ણ સમાચાર મળશે તથા ભાવનાત્મક રૂપથી તમે ખૂબ જ સશક્ત અનુભવ કરી શકો છો.

નેગેટિવઃ– કોઇ મિત્ર સાથે નાની વાત ઉપર વિવાદ થઇ શકે છે. તમારા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો તથા સમય પ્રમાણે પોતાને ઢાળવાની કોશિશ કરો. આજે આવક કરતા ખર્ચ વધારે રહી શકે છે.

વ્યવસાયઃ– અન્ય સાથે કોઇપણ પ્રકારની આશા ન રાખો, પોતાના કાર્યોને પૂર્ણ કરવાની કોશિશ કરો.

લવઃ– વધારે કામ હોવાના કારણે તમે તમારા જીવનસાથી અને પરિવાર સાથે વધારે સમય પસાર કરી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ– સિઝલન પરેશાનીથી તમે પોતાને બચાવીને રાખો.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– આજે ઘરની સુખ-સુવિધાઓને લગતી ખરીદદારીમાં સમય પસાર થશે. કોઇ પ્રોપર્ટીને લગતો મામલો ઉકેલાય તેવી શક્યતા છે, એટલે કોશિશ કરતાં રહો. યુવા વર્ગને પોતાની મહેનત પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ– ભાઇઓ સાથે કોઇ મનમુટાવની સ્થિતિ ઊભી થઇ શકે છે, થોડી સમજદારીથી કામ લેવાથી પરિસ્થિતિ અનુકૂળ પણ થઇ શકે છે. કોઇ અજાણ વ્યક્તિની મદદ કરતી સમયે ધ્યાન રાખો કે તમારું કોઇ નુકસાન ન થઇ જાય.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય ચાલતી રહેશે.

લવઃ– પ્રેમ સંબંધોને પારિવારિક સ્વીકૃતિ મળવાથી મન પ્રસન્ન રહેશે.

સ્વાસ્થ્યઃ- શરદી, ઉધરસ તમારી દિનચર્યાને ખરાબ કરી શકે છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– કોઇ વડીલ કે ગુકુ સમાન વ્યક્તિના સાનિધ્યમાં થોડો સમય પસાર કરવાથી તમે પોઝિટિવ ઊર્જા અનુભવ કરશો. થોડા દિવસોથી તમે જે કાર્ય પ્રત્યે આકરી મહેનત કરી રહ્યા હતાં, તેના શુભફળની પ્રાપ્તિ આશા કરતાં વધારે થઇ શકે છે.

નેગેટિવઃ– બાળકો સાથે કઠોર વ્યવહાર ન કરો, તેનાથી તેમની કાર્યક્ષમતા તથા આત્મબળમાં ઘટાડો આવી શકે છે. કોઇપણ નિર્ણય લેતા પહેલાં તેના દરેક સ્તર અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરો.

વ્યવસાયઃ– ઓફિસમાં તમારા કાર્યોને વધારે ધ્યાનથી કરો, કોઇ ભૂલના કારણે અધિકારી વર્ગ તમારાથી નિરાશ થઇ શકે છે.

લવઃ– લગ્નજીવનમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– સિઝલન ફેરફારના કારણે માથાના દુખાવાની સમસ્યા રહી શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– છેલ્લાં થોડા સમયથી તમે તમારા વ્યક્તિત્વને નિખારવાની જે કોશિશ કરી છે, તેનું સારું પરિણામ પ્રાપ્ત થવાનું છે. કોઇ નજીકના સંબંધીની પરેશાનીમાં તેનો સહયોગ કરવો તમને આત્મિક સુકૂન આપશે.

નેગેટિવઃ– કોઇ જગ્યાએ રોકાણ કરતા પહેલાં તેના દરેક સ્તર અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરો. જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં, તેના કારણે થોડા સંબંધમાં અંતર આવી શકે છે.

વ્યવસાયઃ– આજે માર્કેટિંગને લગતા બધા કાર્યોને ટાળો તથા કાર્ય સ્થળ ઉપર જ તમારું વધારે ધ્યાન આપો.

લવઃ– તમારી કોઇપણ પરેશાનીમાં જીવનસાથી તથા પારિવારિક સભ્યોનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ– બદલાતા વાતાવરણના કારણે એલર્જી થઇ શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– સંતોષજનક સમય ચાલી રહ્યો છે. તમારા પોઝિટિવ દૃષ્ટિકોણ અને સંતુલિત વિચારથી અનેક સમસ્યાઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કામ ઉપર ધ્યાન આપી શકશો. યુવા વર્ગ પોતાના કરિયરને લઇને વધારે ગંભીર અને સજાગ રહેશે.

નેગેટિવઃ– કોઇ મિત્ર કે સંબંધીની ખોટી સલાહ તમારા માટે નુકસાનદાયી રહી શકે છે. તમારા નિર્ણયને જ સર્વોપરિ રાખો. રિસ્ક પ્રવૃત્તિના કાર્યોથી દૂર રહો, કોઇ મોટું નુકસાન થવાની શક્યતા જોવા મળી રહી છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં પરિવર્તનને લગતી થોડી યોજનાઓ બનશે, જે ભવિષ્યમાં તમને ઉન્નતિ આપશે.

લવઃ– પારિવારિક વાતાવરણ મધુર તથા સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– કોઇ વ્યક્તિના સહયોગથી લાભદાયક પરિસ્થિતિ બનશે. તમારી ગુપ્ત પ્રતિભાને ઓળખ મળશે. પારિવારિક જવાબદારીને પણ તમે યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. ઘરમાં કોઇ માંગલિક કાર્ય યોજાય તેવી યોજનાઓ પણ બનશે.

નેગેટિવઃ– અચાનક જ કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થતાં પહેલાં અટકી શકે છે. તણાવ ન લેવો અને ધૈર્ય જાળવી રાખો. આ સમય નકારાત્મક પરિસ્થિતિઓથી પરેશાની થવાની જગ્યાએ સમસ્યાનો ઉકેલ શોધવાની કોશિશ કરો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં આજે કોઇ નવું કામ શરૂ ન કરો.

લવઃ– પારિવારિક વાતાવરણ સામાન્ય જ રહેશે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશર અને ડાયાબિટિક લોકો પોતાની દિનચર્યાને વિશેષ રૂપથી વ્યવસ્થિત જાળવી રાખે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– સામાજિક અને ધાર્મિક ગતિવિધિઓમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. લોકો સાથે હળવા-મળવાથી તમને યોગ્ય પરિણામ મળી શકે છે. તમારા વિનમ્ર સ્વભાવ અને ઉત્તમ વ્યક્તિત્વના કારણે તમારા વખાણ થશે.

નેગેટિવઃ– ક્યારેક તમને એવું અનુભવ થશે કે થોડા લોકો તમારા ગુણોનો ફાયદો ઉઠાવી રહ્યા છે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી થોડું દૂર રહેવું યોગ્ય છે. અન્યના મામલે વધારે દખલ ન કરો અને વિના માંગ્યે સલાહ આપશો નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધાર આવશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે હળવો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– ગળામાં ઇન્ફેક્શનના કારણે તાવ અને ઉધરસ રહી શકે છે.

Leave a Comment

error: Content is protected !!
%d bloggers like this: